દાહોદના લીમડીમાં ફ્યુઝન ફાઈનાન્સમાં 1.99 લાખ રૂપિયાની ચોરી થયાનો મામલો સામે આવ્યો હતો. આ કેસમાં કંપનીનો પૂર્વ કર્મચારી જ ચોર નીકળ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ચોરીનો કેસ ઉકેલી નાંખ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ચોરીના આરોપમાં પૂર્વ કર્મચારીની ધરપકડ
દાહોદ જિલ્લાના લીમડીમાં ફ્યુઝન ફાઈનાન્સમાં 1.99 લાખ રૂપિયાની ચોરી થઈ હતી. પોલીસે ફરિયાદ નોંધી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. પોલીસે સીસીટીવીની મદદથી આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો હતો.













