ખેડામાં અસમાાજિક તત્ત્વો બેફામ બન્યા છે. નડિયાદમાં જાહેર માર્ગ પર અસમાજિક તત્ત્વો બેફામ બની એક શખ્સ પર ઘાતકી હુમલો કરવાની ઘટના સામે આવી છે. અસમાજિક તત્ત્વોએ ખૂલ્લેઆમ આતંક મચાવતા ખાનગી કંપનીના કર્મચારી પર પાઈપ અને ડંડાથી હુમલો કરી તેને ગંભીર રીતે ઘાયલ કર્યો. આ બનાવને પગલે નડિયાદ રુરલ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
ખાનગી કંપનીના સુપરવાઈઝર પર ઘાતકી હુમલો
નડિયાદમાં વધુ એકવાર અસામાજિક તત્વો બેફામ બની નિર્દોષ નાગરિકોને હેરાન કરી રહ્યા છે. તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં અસમાજિક તત્ત્વો ધોળા દિવસે સરજાહેરમાં એક શખ્સને હેરાન કરી રહ્યા છે. ડભાણ પાસે અમદાવાદથી વડોદરા તરફ જતા નેશનલ હાઇવે નં 48 પર બે અસામાજિક તત્વોએ ખાનગી કંપનીના સુપરવાઈઝર પર હુમલો કર્યો. ધોળા દિવસે એક વ્યક્તિને ખુલ્લેઆમ રોડ પર લોખંડની પાઇપ અને ડંડાથી માર મારી તેને લોહીલુહાણ કર્યો.
ઘાયલ સુપરવાઝઈર હોસ્પિટલમાં દાખલ
ઘાયલ થયેલ આ સુપરવાઈઝર જ્ઞાનધર રામનાથ તિવારી ડભાણ હાઇવે સ્થિત પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે. સુપરવાઇઝર પોતાની કામગીરી પૂર્ણ કર્યા બાદ ઘરે પરત ફરતો હતો ત્યારે અજાણ્યા બે શખ્સોએ તેની પાસે આવ્યા અને ડંડા તેમજ લોખંડના સળિયાથી મોઢા તેમજ શરીર પર ઉપરા છાપરી હુમલો કરવા લાગ્યા. આ હુમલામાં સુપરવાઈઝર રામનાથ ગંભીરપણે ઘાયલ થયો. ભોગ બનનાર જ્ઞાનધર રામનાથ તિવારીને ત્રણ દાંત તૂટી ગયા, તાળવામાં ફ્રેક્ચર, જમણા ગાલમાં ફ્રેક્ચર, હાથની કોણીમાં ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓ પહોંચી. સુપરવાઈઝર ગંભીરપણે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. નડીયાદ પોલીસે અસમાજિક તત્વોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
અમસાજિક તત્ત્વોનો વધ્યો આતંક
અગાઉ પણ અમસાજિક તત્તવોનો આતંક જોવા મળ્યો છે. એક ઘટનામાં પોલીસને બેફામ ગાળો બોલી ગાડી લોક કરી દીધી હતી તો અન્ય એક ઘટનામાં નિવૃત્ત શિક્ષકને બંધક બનાવી 25 લાખની લૂંટ કરી હતી. રાજ્ય સરકાર દ્વારા અસમાજિક તત્ત્વો સામે કડક વલણ અપનાવતા કેટલાક સંજોગોમાં તેમની અટકાયત, તેમને તડીપાર કરવા તેમજ બની બેઠેલા ગુંડાઓના ગેરકાયદે મકાન તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. છતાં પણ અસામાજિક તત્વોમાં પોલીસ તેમજ કાયદાનો કોઈ જ ડર ન રહ્યો હોય તેવું તાજેતરના ખેડાના એક વાયરલ વીડિયોમાં સામે આવ્યું છે.