ગુજરાતમાં પોલીસ કર્મીઓ લાંચ લેતા પકડાતા હોવાના અનેક બનાવો સામે આવે છે. ગુનેગારો સામે કાર્યવાહી કરવા માટે પોલીસ પર લોકોને ભરોસો હોય છે. ત્યારે એક એવો પોલીસ કર્મી લાંચ લેતા પકડાયો છે. જેણે ગુનો દાખલ નહીં કરવા માટે લાંચ માગી હતી. ACBએ આ લાંચિયા પોલીસ કર્મીને લાંચ લેતા રંગેહાથે ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.


લિંબાસીના પીઆઈ પરપ્રાંતિયોની તપાસ માટે કંપનીમાં ગયા હતાં

પ્રાપ્ત વિગતો પ્રમાણે ખેડામાં લીંબાસીના પોલીસ કોન્સ્ટેબલ પંકજકુમાર તખતસંગ મેરે ફરિયાદી પાસે લાંચ માંગી હતી. ફરિયાદીની કંપનીમાં મજૂરી કામ કરતાં પરપ્રાંતિય વ્યક્તિનું અકસ્માતમાં મોત થતાં લિંબાસીના પીઆઈ પરપ્રાંતિયોની તપાસ માટે કંપનીમાં ગયા હતાં. ત્યાં હાજર પરપ્રાંતિયોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતાં. આ સમયે ફરિયાદી ત્યાં હાજર હતાં તેમને પણ પોલીસ સ્ટેશન બોલાવાયા હતાં.

ગુનો નહીં દાખલ કરવા માટે સાહેબે 60 હજારનો વ્યવહાર કરવાનું કહ્યું છે

ફરિયાદી પોલીસ સ્ટેશન ગયા બાદ આરોપી કોન્સ્ટેબલે જાહેરનામા ભંગનો ગુનો નહીં દાખલ કરવા માટે સાહેબે 60 હજારનો વ્યવહાર કરવાનું કહ્યું છે. તેવી વાત કરતા ફરિયાદીએ તેની સાથે રકઝક કરીને ગુનો દાખલ નહીં કરવા માટે 40 હજારની લાંચ આપવાનું કહ્યું હતું. પરંતુ ફરિયાદી આ લાંચની રકમ આપવા નહીં માંગતા હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જેથી એસીબીએ લાંચનું છટકુ ગોઠવીને આરોપીને રંગેહાથે 40 હજારની લાંચ લેતા પકડી પાડ્યો હતો.


  • Follow us on: