પૂર્વ કચ્છની હોટલમાં વેચાતા ડ્રગ્સનો પર્દાફાશ પૂર્વ એસઓજી પોલીસે કર્યો છે, પોલીસને બાતમી મળી હતી કે ડ્રગ્સનો વેપાર હોટલનો સંચાલક કરી રહ્યો છે અને ત્યાં જઈને તપાસ કરતા તેની પાસેથી હેરોઈન મળી આવ્યું હતુ, તો કચ્છમાં સૌથી વધારે ડ્રગ્સ મળી આવ્યું છે, અને પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ ડ્રગ્સ માફિયાઓ સામે કાર્યવાહી પણ કરી રહી છે.


કચ્છમાં 14.30 ગ્રામ હેરોઇન સાથે હોટલ સંચાલક ઝડપાયો

પૂર્લ કચ્છ એસઓજીએ 14.30 ગ્રામ હેરોઇન સાથે હોટલ સંચાલકને ઝડપી પાડયો છે, આરોપી હોટલમાં હેરોઇનનો જથ્થો રાખી વેચાણ કરતો હતો અને આરોપી પાસેથી 7.15 લાખનું હેરોઇન ઝડપાયું છે, શરશેરસિંગ ઉર્ફે લવપ્રિતસિંગ જાટની પોલીસે ધરપકડ કરી છે, આ ડ્રગ્સના વેચાણમાં અન્ય એક પંજાબના શખ્સની સંડોવણી ખુલી છે.

પૂર્વ કચ્છ SOG પોલીસે હેરોઇન સાથે એક શખ્સને ઝડપી પાડયો

પૂર્વ કચ્છ હોય કે પશ્ચિમ કચ્છ હોય, ડ્રગ્સ હંમેશા ઝડપાતુ રહે છે અને પોલીસની નજર આવા ડ્રગ્સ પેડલરો પર છે અને તેમને જેલના સળિયા પણ ગણતા કરી દીધા છે, હોટલનો સંચાલક ખાનગી રીતે ડ્રગ્સનું વેચાણ કરતો હતો અને પૂર્વ કચ્છ એસઓજીએ આ ઓપરેશન પાર પાડી દીધું છે, ડ્રગ્સ કયાંથી લાવતો હતો તે દિશામાં તપાસ કરી છે, પંજાબથી સૌથી વધારે ડ્રગ્સ કચ્છમાં આવતું હોવાની માહિતી સૂત્રો તરફથી મળી રહી છે, પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એકટ મુજબ ગુનો નોંધ્યો છે.

કચ્છમાં થોડા દિવસ અગાઉ કરોડોના ડ્રગ્સનો નાશ કરાયો

•ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલુ ૮૨.૬૧૬ કિલોગ્રામ કોકેઈન, જેની અંદાજિત કિંમત રૂપિયા ૮,૨૬,૧૬,૦૦,૦૦૦/- (આઠસો છવીસ કરોડ સોળ લાખ) છે.

•માંડવી પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલુ ૧૦૫.૪૨૮ કિલોગ્રામ ચરસ (હશીશ), જેની અંદાજિત કિંમત રૂપિયા ૪૪,૫૭,૫૦,૦૦૦/- (ચુંમાલીસ કરોડ સત્તાવન લાખ પચાસ હજાર) છે.

•મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલી ૮૯૮૬.૨ લીટર કોડીનયુક્ત સિરપ (બોટલ નંગ ૮૯૮૬૨), જેની અંદાજિત કિંમત રૂપિયા ૧,૮૪,૬૪,૮૪૩/- (એક કરોડ ચોર્યાસી લાખ ચોસઠ હજાર આઠસો ત્રેતાળીસ) છે.


  • Follow us on: