કચ્છના અંજારમાં ફરી અકસ્માત સર્જાયો છે, જેમાં હાઈવે પર જઈ રહેલા ટેન્કર ચાલકે એકટિવા ચાલકને અડફેટે લીધો હતો અને ત્યારબાદ ટેન્કર પરથી કન્ટેનર નીચે પડયું હતુ અને તેની નીચે 3 લોકોના દબાઈ જવાથી મોત થયા છે, ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો અને સ્થાનિકો મદદ માટે સ્થળ પર પહોંચ્યા હતા.


કચ્છના અંજારમાં અકસ્માતમાં 3ના મોત

કચ્છના અંજારમાં ખેડોઈ નજીક કન્ટેનર ચાલકે અકસ્માત સર્જયો હતો અને તેમાં 3 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા, અકસ્માત બાદ કન્ટેનર એક્ટિવા પર પડતા 3 લોકોના મોત થયા છે, અને પોલીસે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, અકસ્માત સર્જયા બાદ કન્ટેનર ચાલક ભાગી છૂટે તે પહેલા લોકોએ ઝડપી પાડયો હતો, આ અકસ્માતમાં એકિટવાના ભૂક્કા બોલાઈ ગયા છે, સારવાર મળે તે પહેલા જ 3 લોકોના મોત થયા છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, કન્ટેનર બેફામ રીતે દોડતા હોય છે અને અકસ્માત સર્જતા હોય છે.

કન્ટેનર નીચે દબાઈ જવાથી 3 લોકોના મોત

કન્ટેનર નીચેથી 3 લોકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે અને પીએમ માટે ખસેડાયા છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ટેન્કર ચાલકની અટકાયત કરી છે, મહત્વનું છે કે, બેફામ રીતે ટેન્કર ચાલકો અને ડમ્પર ચાલકો ટ્રક હંકારતા હોય છે જેના કારણે હજારો લોકોના મોત આવી રીતે થયા છે, પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે, પહેલા ટ્રકે ટક્કર મારી જેના કારણે એકટિવા પર સવાર લોકો નીચે પડયા અને ત્યારબાદ કન્ટેનર તેમની ઉપર પડતા 3 લોકોના જીવ ગયા હતા.

 

  • Follow us on: