લીંબડી-અમદાવાદ નેશનલ હાઇવે પર ચાલી રહેલા પેટ્રોલ અને ડીઝલની ચોરીના એક મોટા ગેરકાયદેસર ધંધાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે કટારિયા ગામ નજીક આવેલી એક હોટલના કમ્પાઉન્ડમાંથી ઓઇલની ચોરી કરતા છ આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ રેકેટમાં સામેલ શખ્સો હાઇવે પર ઊભેલા ટેન્કરોને નિશાન બનાવતા હતા. રાત્રિના સમયે અથવા ઊભા રહેવાના બહાને આ ટેન્કરોમાંથી ગુપ્ત રીતે પેટ્રોલ અને ડીઝલની ચોરી કરીને તેને અન્ય વાહનોમાં ભરી લેતા હતા.
હોટલમાં પેટ્રોલ, ડીઝલની ચોરી કરતા 6 ઝડપાયા
આ ચોરેલું ઇંધણ બજારમાં સસ્તા ભાવે વેચવામાં આવતું હતું. LCB ટીમને આ ગેરકાયદેસર ધંધા અંગે ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ચોરીની ઘટનાને અંજામ આપતા છ શખ્સોની ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસે મોટા પાયે મુદ્દામાલ કબજે કર્યો છે. જેની કુલ કિંમત રૂ.1 કરોડ 6 લાખ આંકવામાં આવી છે.













