અરવલ્લી જિલ્લાના માલપુરમાં વૃદ્ધાને છેતરીને ચાંદીના કડલા પડાવી લેનાર ટોળકીના બે સાગરીતોને પોલીસે દબોચી લીધા છે. 4 માર્ચના રોજ બનેલી આ ઠગાઈની ઘટના એટલી આઘાતજનક હતી કે, પોતાની આજીવનની મૂડી સમાન દાગીના ગુમાવ્યાનું દુઃખ સહન ન થતા છેતરાયેલા વૃદ્ધાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ કરુણ મોત બાદ માલપુર પોલીસે ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી હતી.
1 કિલો ચાંદીના કડલા પડાવી લીધા હતા
મળતી માહિતી મુજબ, ત્રણ ગઠિયાઓએ વૃદ્ધાને વાતોમાં ભોળવી તેમની પાસેથી અંદાજે 1 કિલો ચાંદીના કડલા પડાવી લીધા હતા અને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ દાગીના ગુમાવ્યાનું દુઃખ સહન ન થતા છેતરાયેલા વૃદ્ધાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. વૃદ્ધાના આત્મહત્યાના પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.













