ગુજરાતમાં છેતરપિંડીના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજમાં એક ખેડૂત સાથે પાંચ લાખ રૂપિયાની ઠગાઈ થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પાર્સલ એજન્સીના બહાને ખેડૂત સાથે ઠગાઈ થતાં ગાંધીનગરની વર્સ્ટ લોજિસ્ટિક ઈન્ડિયા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. કંપનીના માલિક સહિત બે લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
અરવલ્લીના મેઘરજમાં ખેડૂત સાથે 5 લાખની ઠગાઇ
અરવલ્લીના મેઘરજમાં એક ખેડૂતને પાર્સલ એજન્સીના બહાને પાંચ લાખનો ચૂનો લગાવ્યો હોવાની ઘટના સામે આવી છે. ગાંધીનગરની વર્સ્ટ લોજિસ્ટિક ઈન્ડિયા કંપની અને તેના માલિક સહિત બે લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. ખેડૂતને જાણીતી કંપનીના પાર્સલ અને કમિશનની લાલચ આપી હતી. આરટીજીએસ મારફતે પાંચ લાખ જમા લઈ એજન્સી જ શરૂ કરી નહોતી.અગાઉ ભૂજ અને વિજાપુરમાં પણ ઠગાઈ કર્યાનું સામે આવ્યું હતું. મેઘરજ પોલીસે બંને આરોપી સામે ગુનો નોંધ્યો છે.













