મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં પ્રેમ સંબંધની અદાવત રાખીને એક યુવકનું અપહરણ કરી તેને માર મારવાની ઘટના સામે આવી છે. આ મામલે બાવલું પોલીસ મથકમાં છ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. વડાવી ગામના રાકેશ ઠાકોર નામના યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ રાકેશ ઠાકોરનું સ્કોર્પિયો ગાડીમાં અપહરણ કર્યું હતું. અપહરણ બાદ યુવકને ગાડીમાં જ રાખીને શેડફા ચોકડી તેમજ કપ્તાનપુર પાસે લઈ જઈને માર મારવામાં આવ્યો હતો.
વડાવી ગામના યુવકનુ અપહરણ કરી માર માર્યો
માર મારીને ઈજાગ્રસ્ત હાલતમાં યુવકને તેના ગામ વડાવી ગામના સ્મશાન પાસે છોડી દેવામાં આવ્યો હતો. પ્રેમ પ્રકરણની અદાવત રાખીને અપહરણ અને માર મારવાના આ ગંભીર મામલે યુવકે બાવલું પોલીસ મથકમાં છ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.













