મહેસાણાના બોરિયાવીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. દેશમાં આ પ્રકારની 100 સૈનિક સ્કૂલો બનાવવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ હાજર રહ્યા હતાં.
સૈનિક સ્કૂલમાં 750 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દેશમાં બોરિયાવી 100 સૈનિક સ્કૂલ બનશે.આજના બાળકો આવનારા સમયમાં દેશની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરશે.આજે 20મી સૈનિક સ્કૂલનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે.20 વિઘા જમીન માં ડેરી ના સ્થાપક મોતીભાઈ આર.ચૌધરી ના નામ થી સાગર સૈનિક સ્કૂલ બનાવવા માં આવી છે અને આ મોતીભાઈ આર.ચૌધરી સાગર સૈનિક સ્કૂલ માં 750 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે.આ નવીન સૈનિક સ્કૂલ શરૂ થતાં જ અનેક વિદ્યાર્થીઓ રાષ્ટ્ર સેવા માટે સૈનિક તરીકે જોડાવવા માટે પ્રથમ પગથિયું છે.
માવઠાને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું
તેમણે ઉમેર્યું હતું કે, 10 લાખથી વધુ પશુપાલકો દૂધ સાગર ડેરી સાથે જોડાયેલા છે. દૂધ સાગર ડેરીનું 35 લાખ લીટર દૂધ ઉત્પાદન છે. અમૂલ પણ હવે ઓર્ગેનિક બ્રાન્ડ તરીકે ઓળખાશે. ખેડૂતો પોતે પણ ઓર્ગેનિક બ્રાન્ડ વાપરે. રાજ્યમાં ત્રણ નવી સહકારી સમિતીઓ બની છે. દૂધ ઉત્પાદનના વ્યવસાયમાં બહેનો પણ આત્મનિર્ભર બની છે. આ વખતે થયેલા માવઠાને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ગુજરાત સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ પણ જાહેર કર્યું છે.
આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં દેશને સમગ્ર વિશ્વનું સમર્થન
માવઠાને કારણે ખેડૂતોને થયેલા નુકસાનને લઈને મેં ભૂપેન્દ્ર પટેલને ફોન કર્યો હતો કે, નાણા વિભાગ આટલું કરી શકશે. હું ગુજરાત સરકારને આટલું મોટુ રાહત પેકેજ જાહેર કરવા માટે અભિનંદન પાઠવું છું. ભૂપેન્દ્ર ભાઈનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. બનાસકાંઠા અને સૌરાષ્ટ્ર સહિત બધી જ જગ્યાએથી મગફળી ખરીદાય તેનું ધ્યાન અપાયું છે. ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલું પેકેજ આશીર્વાદ રૂપ છે. તેમણે કહ્યું હતું કે, દિલ્હી બ્લાસ્ટના ગુનેગારોને યોગ્ય સજા મળશે. આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં દેશને સમગ્ર વિશ્વનું સમર્થન મળ્યું છે.