મહેસાણા જિલ્લાના કડીમાં ભવપુરામાં મકાનની દિવાલ ધરાશાયી થતાં 7 મજૂરો દટાયા હોવાની ઘટના બની છે. ઘવાયેલા મજૂરોને તત્કાળ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે જ્યાં ચાર મજૂરની હાલત નાજૂક ગણાવાઇ છે. દરમિયાન આ ઘટનામાં 1નું મોત થયું હોવાનું બહાર આવ્યું છે. હાલ 6 મજૂર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ભવપુરામાં મકાનની દિવાલ ધરાશાયી થઇ હોવાની ઘટના બની
કડીના ભવપુરામાં મકાનની દિવાલ ધરાશાયી થઇ હોવાની ઘટના બની છે. દિવાલ ધરાશાયી થતા આઠ મજૂર દટાયા છે. જો કે સ્થળ પરથી તમામ મજૂરને બચાવી લેવાયા હતા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.













