બાવલું પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કડી-થોળ રોડ પર આંબલીયારા પાટીયા નજીકથી પોલીસે ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરીનો એક ચોંકાવનારો કિસ્સો ઝડપી પાડ્યો છે. પોલીસે ગ્રે કલરની ગાડીમાંથી એક ગાયને કતલના ઈરાદે અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવામાં આવતી હતી. પોલીસે ગાડીને અટકાવીને તપાસ કરતાં તેમાં ગાયને દોરડા વડે ક્રૂરતાપૂર્વક બાંધી અને ગોંધી રાખીને હેરાફેરી કરાઈ રહી હોવાનું સામે આવ્યું હતું.
ગાડી પર લગાવવામાં આવી હતી ખોટી નંબર પ્લેટ
ગાયના આગળના બંને પગ દોરડાથી બાંધેલ હાલતમાં હતા. જે પશુ પ્રત્યેની ક્રૂરતા દર્શાવે છે. તપાસ દરમિયાન એ પણ બહાર આવ્યું કે આ ગાડી પર ખોટી નંબર પ્લેટ (GJ21LR6943) લગાવવામાં આવી હતી. પોલીસે વધુ તપાસ કરતાં ગાડીનો અસલ રજીસ્ટ્રેશન નંબર GJ27BS1119 હોવાનું બહાર આવ્યું હતું. જે ગેરકાયદે પ્રવૃત્તિ છુપાવવાનો પ્રયાસ સૂચવે છે.













