રાજ્યમાં ચેઈન સ્નેચરો ફરી સક્રિય થયાં છે. ધોળા દિવસે રસ્તામાં એકલ દોકલ ફરતી મહિલાઓના અછોડા તૂટી રહ્યાં છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં માલપુર રોડ પર એક મહિલાના ગળામાંથી સોનાના દોરાની લૂંટ થયાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી છે. લૂંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.


માલપુર રોડ પર મહિલાના ગળામાંથી સોનાના દોરાની લૂંટ

અરવલ્લી જિલ્લાના મોડાસામાં મોલપુર રોડ પર બાઈક પર આવેલા ચેઈન સ્નેચરો દ્વારા રોડ ક્રોસ કરી રહેલી એક મહિલાના ગળામાંથી સોનાના દોરાની લૂંટ કરી હતી. ત્રણ તોલાનું મંગળસુત્ર અને એક સોનાના ડોકિયાની લૂંટ કરી તસ્કરો ફરાર થઈ ગયા હતાં. રોડ ક્રોસ કરી રહેલી મહિલાના ગળામાંથી દોરાની લૂંટ થતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ મોડાસા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. મહિલાના દોરાના લૂંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.


આ પણ વાંચોઃ Amreli News: વન વિભાગે બાળકીને ફાડી ખાનાર દીપડાને પકડવા સાત પાંજરા ગોઠવ્યા, હિંસક પ્રાણીઓના હુમલાથી લોકોમાં ફફડાટ



  • Follow us on: