અરવલ્લીના બાયડમાં અકસ્માત થયો છે, જેમાં કાર અને બાઈક વચ્ચે આ અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા છે, મહત્વનું છે કે, કાર ચાલક કાર મૂકીને ફરાર થયો છે અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો ત્યારબાદ બાઈકમાં આગ લાગી હતી.
અરવલ્લીના બાયડમાં અકસ્માતમાં ત્રણના મોત
અરવલ્લીના બાયડમાં અકસ્માતમાં ત્રણના મોત થયા છે, આંબલિયારા નજીક કાર-બાઈક વચ્ચે અકસ્માત થયો હતો, કાર સાથે ટક્કર બાદ બાઇકમાં આગ લાગી હતી, બાઇક પર જઇ રહેલા દંપતિ અને બાળકનું મોત થયું છે, ઘટનાની જાણ થતાની સાથે લોકોના ટોળા ઉમટયા હતા પરંતુ બાઈક સવારને સારવાર મળે તે પહેલા જ તેમના મોત થયા છે, એક જ પરિવારના સભ્યોનો માળો ખોરવાયો છે, ત્યારે પોલીસે આસપાસના સ્થાનિકોના પણ નિવેદન લીધા છે.













