મોરબીના પાનેલી પાસે પાણીના ખાડામાં ડૂબી જતાં ત્રણ બાળકોના મોત થયા છે, પાણીના ખાડા પાસે રમતી વખતે બે બાળકી અને એક બાળક ખાડામાં પડયા હતા અને આસપાસના લોકો બચાવા માટે દોડયા પણ તે પહેલા જ તેમનું મોત થયું છે, પ્રતિકા ઉં.5, ખુશ્બુ ઉં.4 અને કુલદીપ ઉં.6નું મોત થયું છે, માતા-પિતા આસપાસની ખાણમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા હોવાની વાત સામે આવી છે.


સિરાકમિક કારખાના બહાર બની ઘટના

મોરબીના પાનોલી રોડની બહાર સિરામિકનું કારખાનું આવેલું છે અને આ કારખાનાની બહાર 3 બાળકો રમી રહ્યાં હતા અને અચાનક પાણી ભરેલા ખાડામાં પડયા અને તેમનું મોત થયું છે, બે સગા ભાઈ-બહેન સહિત 3 લોકોના મોત થતા પરિવારમાં આક્રંદ જોવા મળ્યો છે, બાળકો ખાડામાં પડી ગયા અને મોત થયું ત્યારબાદ લોકોને જાણ થઈ હતી, મોરબી પાલિકાના ભોગે બાળકોનો જીવ ગયો હોવાની વાત લોકમુખે ચાલી રહી છે, આ ખાડા હતા એટલે બાળકો પડયા અને મોત થયુ છે.

બાળકો ખાડામાં પડી ગયા બાદ પણ કોઈને જાણ ના થઈ

મૃતક બાળકોના પરિજનો છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા હોવાની વાત સામે આવી છે, શ્રમિક પરિજનો મધ્યપ્રદેશના હતા અને મજૂરી કામે મોરબીમાં આવ્યા હતા, હાલમાં તમામ મૃતદેહ પોલીસે પીએમ માટે ખસેડયા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે, પાલિકાની બેદરકારી છત્તી થાય તો તેના અધિકારીઓ સામે પણ પોલીસે પગલા લેવા જોઈએ, મહત્વનું છે કે, ખાડામાં પડવાથી હજારો લોકોના મોત થયા છે પરંતુ તંત્ર દ્વારા હજી પણ ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવતી નથી.


  • Follow us on: