મોરબીમાં અર્ધ સળગેલા મળેલા મૃતદેહમાં મોટો ખુલાસો થયો છે, જમાઈએ ઝગડામાં સાસુની હત્યા કર્યાનો ખુલાસો થયો છે, આંદર ગામ પાસે 2 મિત્રો સાથે મળીને જમાઈએ કરી સાસુની હત્યા અને પોલીસે આરોપી નાનેશ્વર પંવારની ધરપકડ કરી છે, એક સામાન્ય વાતને લઈ સાસુ સાથે ઝઘડો કર્યો અને તેમની હત્યા કરી નાખી હોવાની વાત સામે આવી છે.


મોરબીમાં અર્ધ સળગેલી હાલતમાં મળ્યો હતો મૃતદેહ

મોરબી એલસીબી પોલીસે સમગ્ર હત્યાનો ભેદ ઉકેલ્યો છે, સાસુની તેમના જમાઈએ તેનાં બે મિત્રો સાથે મળીને ગળેટૂંપો આપી કરી હતી હત્યા, આરોપી નાનેશ્વર પંડેરી પંવાર/પાટીલે તેનો મિત્ર રાહુલ ડામોર અને અન્ય મિત્ર ત્રણેય મળીને કરી હત્યા અને આરોપી નાનેશ્વરના સાસુ નાની નાની વાતમાં પત્ની અને બાળકો સાથે ઝઘડો કરતા હત્યા કરવામાં આવી છે, 13-10-2025ના રોજ હળવદ મોરબી હાઈવેપર આદરણા ગામ નજીક મળ્યો હતો અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ. મોરબી એલસીબીએ આરોપીને મોરબી તાલુકા પોલીસ હવાલે કરવાની તજવીજ હાથધરી છે.

23 વર્ષ પૂર્વે વૃદ્ધાની હત્યા-લૂંટનો ગુનેગાર સાધુના વેશમાં મથુરાથી પોલીસે ઝડપ્યો

મોરબીમાં 23 વર્ષ અગાઉ થયેલા હત્યા અને લૂંટના એક સનસનાટીભર્યા કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. વર્ષ 2002માં થયેલા આ ગુનામાં ફરાર થયેલો મુખ્ય આરોપી હવે ઉત્તર પ્રદેશના મથુરા ખાતે સાધુના વેશમાં રહેતો હતો, જેને મોરબી એલસીબીની ટીમે દબોચી લીધો છે. આ આરોપીનું નામ પ્રેમસીગ ઉર્ફે ગુફુ સરમન બઘેલ છે, જેણે પોતાના ગુનાહિત ઇતિહાસ પર પડદો પાડવા માટે ભગવા વસ્ત્રો ધારણ કરી ધર્મગુરૂનું રૂપ લઈ લીધું હતું. મોરબી પોલીસની આ કામગીરી સરાહનીય છે, કારણ કે આટલા લાંબા સમય બાદ પણ ગુનેગારને કાયદાના સકંજામાં લાવવામાં આવ્યો છે.

  • Follow us on: