મોરબીના માળીયાના 2 બુટલેગરોને પોલીસે પાસા હેઠળ ધકેલી દેતાં બુટેલગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


બે બુટલેગરો સામે પોલીસે કડક કાર્યવાહી કરી

માળીયાના બે બુટલેગરો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે વનારંવાર બુટલેગીંગની પ્કરવૃત્તી કરનારા સામે પોલીસે કડક કાર્યવાહી કરીને ચેતવણી આપી છે કે પ્રોહિબીશનમનો ગુના કરનારા તત્વોને છોડવામાં નહી આવે

માળિયાના બે બુટલેગરોને પોલીસે પાસા હેઠળ જેલમાં ધકેલ્યા

આ પ્રકારે કાર્યવાહી ચાલુ રાખતા પોલીસે માળિયાના બે બુટલેગરોને પોલીસે પાસા હેઠળ જેલમાં ધકેલ્યા છે. પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ બે બુટલેગરને પાસે હેઠળ ડીટેન કરી જેલ હવાલે કરાયા છે.

ભાવેશ મોરી અને લીલાભાઈ મોરી સામે પોલીસે પાસા વોરંટ ઇસ્યુ કર્યું

બુટલેગરો જામનગરના ભાવેશ મોરી અને લીલાભાઈ મોરી સામે પોલીસે પાસા વોરંટ ઇસ્યુ કર્યું હતું અને બંને શખ્સને પોલીસે ડિટેઇન કરીને સુરત અને વડોદરા જેલમાં ધકેલી દીધા હતા.


  • Follow us on: