મોરબી શહેરના નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં તાજેતરમાં બનેલી એક ઘટનાને પગલે ચકચાર મચી ગઈ છે. જ્યાં જાહેરમાં મારામારી થતાં લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો વધુ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે કોઈ અગમ્ય કારણોસર બે વ્યક્તિઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા એકબીજા પર તૂટી પડ્યા હતા અને જાહેરમાં મારામારી શરૂ થઈ ગઈ હતી.
અગમ્ય કારણોસર થઇ મારામારી
નવા બસ સ્ટેન્ડ જેવી વ્યસ્ત જગ્યા પર ધોળાદિવસે આ પ્રકારની ઘટના બનતાં આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકોના ટોળાં ભેગા થવાને કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અનેક લોકોએ આ મારામારીને જોવા માટે ઊભા રહી ગયા હતા. જેના કારણે બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તારમાં અવરજવર પણ પ્રભાવિત થઈ હતી. મારામારી ચાલી રહી હતી તે દરમિયાન હાજર રહેલા કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલમાં આ સમગ્ર ઘટનાનો વીડિયો શૂટ કરી લીધો હતો.













