ગુજરાતના લોકો ગરબાની શોખીન છે. નવસારીમાં ગરબા આયજકોએ કરી મોટી છેતરપિંડી. નવસારી નવરાત્રીના આયોજનને લઈને લોકો સાથે ઠગાઈ કરાઈ હતી. ગરબાનું આયોજન કરાયું હતું જેમાં ગરબા બંધ રહેતા લોકોને પૈસા પરત ના કર્યા. અત્યાર સુધી ગરબાના પાસ લેનાર લોકોએ રાહ જોયા બાદ આયોજકો દ્વારા પૈસા પરત ના કરાતા આયોજકો વિરુધ્ધ આખરે ગુનો નોંધાયો.
ગરબા આયોજનને લઈને છેતરપિંડી
ગરબા આયોજનને લઈને છેતરપિંડી મામલે એસી ડોમ આયોજકો વિરુધ્ધ છેતરપિંડીનો ગુનો નોંધતા પોલીસ સક્રિય થઈ.લોકોને ફરિયાદ હતી કે આયોજકો શ્રેયલ શાહ અને વિરાજ ગાયકવાડે વિવિધ સેવા લીધા બાદ પણ નાણાં ન ચૂકવ્યા નહોતા. નાણાં ન ચૂકવતા ગરબા બંધ રહ્યા હતા અને ગરબા બંધ રહેતા ખેલૈયાઓના પાસ માટે આપેલા પૈસા પણ ડૂબ્યા હતા. ફયુઝન એસી ડોમ દ્વારા ગરબાનું આયોજન કરાયું હતું. પરંતુ રૂપિયા પાછા ના આપતા છેતરપિંડીને લઈને તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ.













