નવસારીના જલાલપોર તાલુકાના સાગરા ગામ નજીક આવેલા ઓવરબ્રિજ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સાગરા ઓવરબ્રિજ પર એક કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના બની હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક પર સવાર પિતા અને પુત્રનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.


જલાલપોરના સાગરા ગામ નજીક અકસ્માત

મૃતક પિતા-પુત્ર મરોલી વિસ્તારમાં રહેતા મિસ્ત્રી પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટનાને પગલે વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નવસારી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગમખ્વાર અકસ્માત અંગે વધુ તપાસ ચાલી રહી છે.


  • Follow us on: