નવસારી શહેરના ગ્રીડ વિસ્તાર નજીક વર્ષોથી બંધ પડેલી એક રાઈસ મિલમાં યુવતીની નગ્ન અવસ્થામાં લાશ મળતા પોલીસ દોડતી થઈ ગઇ હતી. લોહીના ખાબોચિયામાં પડેલી લાશ જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઘટનાની ગંભીરતા જોતા પોલીસ અધિક્ષક સહિત તમામ પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે FSL,ડોગ સ્કોડ ની મદદ લઈ તપાસ શરૂ કરૂ હતી.
નગ્ન અવસ્થામાં યુવતીની લાશ મળી
નગ્ન અવસ્થામાં યુવતીની લાશ મળતા પોલીસે લાશની ઓળખ કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.જેમાં નેશનલ હાઈવે ૫૬ ના ગ્રીડ ઓવરબ્રિજ નીચે ખુલ્લામાં રહેતા એક પરિવાર ની મહિલા એ લાશની ઓળખ સુહાના તરીકે કરી હતી. લાશની ઓળખ થતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો અને હવે હત્યા કોણે કરી તે દિશામાં તપાસ આરંભી.
બારડોલી ખાતે ફૈઝલ જોડે મુલાકાત
લાશ ની ઓળખ કરનાર મહિલા મૃતક સુહાના ની સગી બહેન અનિશા હતી.અને તેણે જ પોલીસ ને જણાવ્યું કે એનો પતિ ફૈઝલ ગાયબ છે .પોલીસ માટે આટલી કડી મળવી કાફી હતી. પોલીસ ફૈઝલનો ભૂતકાળ ખંગોળવા લાગી અને તેને શોધી કાઢવાના પ્રયત્નો હાથ ધર્યા. તે દરમિયાન પોલીસ ને જાણવા મળ્યું કે સુહાના મુસ્લિમ સમાજની વિચારતી જાતિમાંથી હતી અને તેની બારડોલી ખાતે ફૈઝલ જોડે મુલાકાત છૂટક મજૂરી કરવા ગયેલ ત્યારે થઈ હતી.
ફૈઝલની માતાએ આકરા બની પતિ પત્ની ને પોતાના ઘર માંથી હાંકી કાઢ્યા
ફૈઝલ જોડે સુહાનાની મુલાકાત પ્રેમમાં પરિણામી અને બંને એ ફૈઝલના પરિવારની વિરૂધ્ધ જઈ લગ્ન કરી લીધા. લગ્ન કર્યા બાદ સુહાન ફૈઝલ ના ઘરે જ રહેવા લાગી. લગ્ન જીવન ની ફળશ્રુતિ માં એક દીકરીનો જન્મ થયો. પરંતુ ફૈઝલની માતાને સુહાના સતત ખટકતી હતી. મુસ્લિમ સમાજની વિચારતી જાતિ માંથી આવતી હોવાના કારણે સુહાનાને કોઈ ઘરકામ કે રસોઈ કરતા આવડતું ન હતું. બીજી તરફ રિક્ષા ચલાવતો ફૈઝલ પણ નશાખોરીના રવાડે ચડી બેકાર બન્યો હતો.એક દિવસ ફૈઝલની માતાએ આકરા બની પતિ પત્ની ને પોતાના ઘર માંથી હાંકી કાઢ્યા અને નાની દીકરી ને પોતાની પાસે રાખી લીધી.
સુહાના મોડી રાતે અચાનક ગાયબ થઈ જતી
બેઘર બનેલા ફૈઝલ અને સુહાના નવસારી આવી ગયા હતા. અગાઉ થી જ નવસારી શહેર ના ગ્રીડ વિસ્તાર નજીક ઓવરબ્રિજ નીચે ખુલ્લામાં રહેતા સુહાનાના પરિવાર જોડે તેઓ પણ રહેવા લાગ્યા. તે દરમિયાન સુહાના અને ફૈઝલ વચ્ચે પણ ખટરાગ વધી ગયો. સુહાના મોડી રાતે અચાનક ગાયબ થઈ જતી અને થોડા સમય બાદ પરત આવી જતી. સુહાનાના આ વર્તનને લઈ ફૈઝલ ભારે નારાજ રહેતો.તે ના ચરિત્ર પર સવાલ ઉઠાવી વારંવાર ઝગડો કરતો અને એ ઝઘડો એક દિવસ તલાકમાં પરિણમ્યો.
ફૈઝલને ઝડપી પાડ્યો.
તલાક લીધા બાદ ફૈઝલ બારડોલી પરત જતો રહ્યો અને સુહાના નવસારી ઓવરબ્રિજ નીચે આવારા જિંદગી જીવવા માં વ્યસ્ત થઈ ગઈ. આ તમામ બાબતો તપાસમાં સામે આવ્યા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા, બાતમીદારો અને ખબરી નેટવર્ક કામે લગાડ્યું. આખરે પોલીસે ગણતરી ના કલાકોમાં બારડોલી નજીક ના એક ખેતરમાં છુપાયેલા ફૈઝલને ઝડપી પાડ્યો.
પોલીસના હોશ ઉડી ગયા
પોલીસ ને ફૈઝલ મળી જતા કેસ સોલ્વ થઈ ગયો હોવાનો હાશકારો હજી તો થયો હતો.ત્યાં એક બીજો ચોંકાવનરો ખુલાસો થયો.જે જાણતા જ પોલીસ ના હોશ ઉડી ગયા. ઉચ્ચ અધિકારીઓ પણ એ ખુલાસો જાણી બેબાકળા થઈ ગયા. નવસારી પોલીસ ની લોકલ ક્રાઈમ બ્રાંચ ના એક અધિકારીએ ઉલટ તપાસ માં ફૈઝલ ને પૂછ્યું કે સુહાના કે સાથ નહીં રહેના થા તો તલાક લે લેતા ઉસકો અભી માર ક્યું ડાલા.? ત્યારે ફૈઝલે જે જવાબ આપ્યો,તે જવાબે પોલીસ ના હોશ ઉડાવી દીધા.પોલીસ ને ફૈઝલ કહ્યું કે સાહેબ યે સુહાના હૈ હિ નહીં.સુહાના કે સાથ તો મેં તીન મહિને પેહલે હી તલાક લે ચુકા થા. જેની હત્યા ના ગુના માં પોલીસ ફૈઝલ ને પકડી લાવી હતી.જે લાશ ની ઓળખ તેની બહેને સુહાના તરીકે કરી હતી.અને એ લાશ હવે સુહાના ની છે જ નહીં તેવો દાવો ખુદ ફૈઝલ કરી રહ્યો હતો.તો આખરે એ લાશ હતી કોની.? એ સવાલ પોલીસ ને ચકરાવે ચડાવી ચૂક્યો હતો.
સ્પષ્ટ થયું કે એ લાશ સુહાના ની હતી જ નહીં.
ફૈઝલના નિવેદનથી ચોંકી ઉઠેલી પોલીસે ફરી તપાસ પેહલે થી શરૂ કરી.સુહાનાની બહેન ને ફરી પૂછપરછ કરી સુહાના ની બહેન ના શરીર ઉપર ના નિશાન તપાસ્યા. લાશ પોસ્ટમોર્ટમ રૂમ લઈ જઈ ને બતાવી.આ વખતે અનિશા ની દીકરી પણ હતી.લાશ ને જોતા જ તે એની માતા ને કહેવા લાગી અમ્મી યે મોસી નહીં હૈ.બાળકી ની વાત સાંભળતા જ પોલીસ ની આંખો ચમકી.પોલીસે સુહાના ના બીજા નિશાન પૂછ્યા જેમાં અનિશાએ જણાવ્યું કે સુહાના ના ડાબા હાથ ઉપર છૂંદણું હતું. જે તેણે હટાવી દીધું હતું. એટલે છૂંદણું હટાવ્યા નું નિશાન રહી ગયું હતું.અને તેના કપાળ ઉપર વાગેલા નું નિશાન હતું.આટલી વિગતો મળતા પોલીસે યુવતીની લાશ ને ફરી ફંફોસી તો સ્પષ્ટ થયું કે એ લાશ સુહાના ની હતી જ નહીં.
પૈસાની માંગણીથી ઉશ્કેરાયેલા ફૈઝલ અને રિયા વચ્ચે ઉગ્ર ઝઘડો
હવે પોલીસ ભારે દુવિધા માં પડી ચૂકી હતી.જો લાશ સુહાના ની ન હતી તો સુહાના ક્યાં હતી.અને આખરે હત્યા કરાયેલ આ યુવતી ની લાશ મળી તે કોણ હતી. આ સવાલો પોલીસ ને ભારે મૂંઝવી રહ્યા હતા.આ સવાલો ના જવાબ મેળવવા પોલીસ ને મુશ્કેલ લાગી રહ્યા હતા.પોલીસે ફરી થી ફૈઝલ ની ઉલટ તપાસ શરૂ કરી અને ફૈઝલે ફરી એક ઝાટકો પોલીસ ને આપી દીધો. પોલીસ ની ઉલટ તપાસમાં ફૈઝલે કહ્યું કે એ લાશ રિયા ની છે. એ રિયા કે જેને એ બારડોલી માં એક વર્ષ અગાઉ મળ્યો હતો.અને આજે તેને બસમાં બેસાડી નવસારી લાવ્યો હતો. નવસારી નજીક આવતા નસીલપોર ગામ નજીક તે બંને બસ માંથી ઉતરી ગયા હતા.અને ગામ નજીક થી કેટલીક વસ્તુઓ લઈ ચાલતા ચાલતા સાંજ ના સમયે અવાવરું રાઈસ મિલ ના મકાન પહોચ્યા હતા.જ્યાં બંને એ રાત વાસો કરવાનો નિર્ણય કર્યો હતો. બંને વચ્ચે અહીં પ્રણયફાગ ખેલાયો. શારીરિક ભુખ સંતોષાઇ પણ અચાનક રિયાએ ફૈઝલ પાસે રૂપિયા ની માંગણી કરી. પૈસા ની માંગણી થી ઉશ્કેરાયેલા ફૈઝલ અને રિયા વચ્ચે ઉગ્ર ઝઘડો થયો. ઝપાઝપી થઈ અને મજબૂત બાંધા ના ફૈઝલે રિયાને ચેહરા અને પેટ ના ભાગે જોરદાર મુક્કા મારી દીધા.અને તેને પટકી પટકી ને મારવા લાગ્યો. રિયા લોહી લુહાણ થઈ ચૂકી હતી.આ ઘટના ક્રમ અવાવરું રાઈસ મિલ ના પેહલા માળે બન્યો હતો.રિયા લોહી લુહાણ હાલત માં ફસડાઈ પડી હતી. જેને પેહલા માળે ઢસડી ને ફૈઝલ ભોંયતળીયે લઈ આવ્યો.અને તેને ત્યાજ છોડી ફરાર થઈ ગયો હતો.
સુહાનાની પણ હત્યા થઇ હતી
આ ખુલાસો સાંભળી લાશ કોની હતી એ તો પોલીસ ને ખબર પડી ગઈ પણ સુહાના.? એ ક્યાં ગઈ.? એ જવાબ પણ પોલીસ ને ફૈઝલ જ આપવાનો હતો.અને જ્યારે એણે જવાબ આપ્યો ત્યારે પોલીસ ના હોશ ઉડી ગયા.ફૈઝલ બોલ્યો કે સાહબ સુહાના કો તો મેને તીન મહીને પેહલે હી માર દિયા થા. પોલીસે પૂછ્યું તો એની લાશ ક્યાં છે.? પોલીસ ના એ સવાલ નો જવાબ આપવા ફૈઝલ પોલીસ ને એજ સ્થળે દોરી ગયો જ્યાં તેણે રિયા ની હત્યા કરી હતી.ફૈઝલ ની બતાવેલી જગ્યા ઉપર પોલીસે તપાસ કરતા એક મહિલા નું માનવ કંકાલ મળી આવ્યું.સાથે કપડાં અને ઘરેણા પણ પોલીસ ને મળ્યા.ઘરેણા અને કપડાં પોલીસે સુહાના ની બહેન અને પરિજનો ને બતાવ્યા જે એમણે ઓળખી બતાવ્યા.
વિકૃત આદતોએ તેનો ભાંડો ફોડી નાખ્યો
હવે પ્રશ્ન એ હતો કે સુહાના ની હત્યા કે કેમ થઈ, શા માટે હત્યા કર્યા બાદ ફૈઝલ રિયા ને પણ એજ જગ્યા એ લઈ ને આવ્યો અને તેની પણ હત્યા કરી.એનો જવાબ હતો નશા ની લત અને વિકૃતિ. નશો કરી ને શારીરિક સબંધ બાંધવાની લત. ફૈઝલ ને તેની આજ વિકૃત લત તેના અગાઉ કરેલા પાપ સુધી ખેંચી લાવી હતી.તેની વિકૃત ભૂખ સંતોષવાનું સાધન સુહાના ની પોતેજ હત્યા કરી ચૂક્યો હતો.હવે વિકૃતિ કેમ સંતોષવી શરીર ની આગ કેમ બૂઝાવવી.તેના જવાબ ફૈઝલ ને રિયા મળી હતી રિયા ને પણ ત્યાં જ ફૈઝલ લઈ આવ્યો.પોતાની ભૂખ સંતોષી અને પછી રિયાએ રૂપિયા માંગતા તેની હત્યા કરી નાખી.પરંતુ તેની આજ વિકૃત આદતોએ તેનો ભાંડો ફોડી નાખ્યો.અને આખરે ત્રણ મહિલા પહેલા કરેલા હત્યાકાંડ નો પણ ખુલાસો થયો. હાલ પોલીસે મળેલા કંકાલ ના DNA મેચ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.રિપોર્ટ આવ્યા બાદ ફૈઝલ વિરુધ્ધ બેવડી હત્યાના ગુનો દાખલ કરી તેને કાયમી જેલ સળિયા પાછળ ધકેલી દેવાની તૈયારી નવસારી પોલીસે કરી લીધી છે.













