દેશમાં વધી રહેલા સાયબર ફ્રોડ અંગે અનેક જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે. તે છતાંય લોકો સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યાં છે. નવસારીમાં એક શિક્ષિકા મનપસંદ જીવનસાથી મેળવવા જતા ઓનલાઈન ઠગાઈનો ભોગ બની છે. શિક્ષિકાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વેબસાઈટ ચલાવતા મોહમ્મદ બિલાલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


નવસારીમાં શિક્ષિકા બની ઓનલાઇન ઠગાઈનો ભોગ

પ્રાપ્ત વિગતો પ્રમાણે નવસારીમાં એક શિક્ષિકા પોતાનો મનપસંદ જીવનસાથી મેળવવા ઓનલાઈન સર્ચ કરી રહી હતી. આ શિક્ષિકાએ ઓનલાઈન જાહેરાત જોઈ હતી. તે જીવન સાથી મેળવવા માટે મંત્ર તંત્રનો સહારો લેવા ગઈ અને ઠગાઈનો ભોગ બની હતી. આરોપીએ બેંક ખાતામાં વિવિધ ચાર્જ અને દુવાના નામે 2.12 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતાં.

વેબસાઇટ ચલાવતા મોહમ્મદ બિલાલની ધરપકડ

પૈસા ટ્રાન્સફર થયા બાદ પોતાને ઠગાઈનો ભોગ બન્યાનો અહેસાસ થતાં પીડિતાએ મરોલી પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમ અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. શિક્ષિકાની ફરિયાદના આધારે પોલીસે મેરેજ પ્રોબ્લેમ સોલ્યુશન નામની વેબસાઈટ ચલાવતા આરોપીની ધરપકડ કરી હતી. આરોહી મોહમ્મદ બિલાલભાઈને મરોલી પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો.


આ પણ વાંચોઃ Rajkot News: જેતપુરના કેરાળી ગામમાં ભાદર નદીના પાણીમાં જાણે બરફ પડ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા


  • Follow us on: