નવસારી જિલ્લામાં આતંક મચાવનીરી ગેંગ સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. તીસરી ગલી ગેંગના 6 સાગરીતોને પોલીસે GUJCTOC એક્ટ હેઠળ ધરપકડ કરી છે. આ ટોળકી જિલ્લામાં ગુનાખોરી સિન્ડિકેટ ચલાવતી હતી. જેમાં બે સાગરીતોને અલગ અલગ રાજ્યમાંથી ઝડપ્યા છે. એક આરોપીની રાજસ્થાન અને બીજાની મહારાષ્ટ્રથી ધરપકડ કરવામાં આવી છે.


તીસરી ગલી ગેંગના 6 સાગરીતોની ધરપકડ 

જિલ્લા પોલીસે SITની રચના કરી આ ગેંગ સામે કાર્યવાહી હાથ ધરી હતી. અમીન અનવર શેખ, રોનક છોટાલાલ પટેલ, કેવીન નાનુભાઈ પટેલ, મનોજ ઉર્ફે શિવાજી ગોવિંદા પાટીલ, ગૌરવ રાજેશ ચોટલીયા અને માઝ ફકરૂદ્દીન શેખનો સમાવેશ થાય છે. આ આરોપીઓ ધાક ધમકી, હત્યા, અપહરણ, જમીન પર કબ્જો જેવા ગુનાઓ સાથે સંકળાયેલા હતા.

એક આરોપી હજુ ફરાર

બીલીમોરાની તીસરી ગલી ગેંગના છ સાગરીતોની પોલીસે ધરપકડ કરી છે. તીસરી ગલી ગેંગના બે સાગરિતને મહારાષ્ટ્ર,રાજસ્થાન થી પોલીસે ઉઠાવ્યા છે. નવસારી જિલ્લા પોલીસે સીટની રચના કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ગેંગનો એક આરોપી હજુ પણ ફરાર છે.


  • Follow us on: