નવસારી શહેરમાંથી ભારે નશીલા પદાર્થની હાટડી ઝડપાઈ છે. નવસારી શહેરમાંથી પેહલી વાર એમફેટમાઇન અને કોકેઇન ઝડપાયું છે. નશાખોરોમાં ખાસ માંગ ધરાવતા ડ્રગ્સ શહેરમાંથી પેહલી વાર ઝડપાયા છે. નવસારી SOGની ટીમે દરગાહ રોડ વિસ્તારમાંથી મોંઘા નશીલા પદાર્થ ઝડપ્યા છે. દરગાહ રોડ વિસ્તારમાં પેઈન્ટર શેખની ગલીમાં સોયેબ મુસ્તકીમ શેખ નશીલા પદાર્થનું વેચાણ કરતો હતો. સોયેબ પોતાના ઘરમાં જ નશાનો કારોબાર ચલાવતો હતો.
નશાનો કારોબાર કરનાર સોયેબ શેખ વોન્ટેડ













