નવસારીમાં મનસ્વી રીતે રોજમદારોને છૂટા કરતાં મહાનગરપાલિકાની જોહુકમી જોવા મળી રહી છે. પગારકાપ અંગે રજૂઆત કરવા ગયા હતા ત્યારે સરકારી કામગીરીમાં વિક્ષેપ બદલ ડિસમિસ કરાવામાં આવ્યા છે. મનપાએ 6 કર્મચારીઓને નોકરીમાંથી કર્યા છૂટા કર્યા છે. ડ્રેનજ, ઇલેક્ટ્રિક, એસ્ટેટ શાખાના કર્મચારીઓને ડિસમિસ કરવામાં આવ્યા છે. જેને લઈને મનપાએ કર્મચારી યુનિયન પ્રમુખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સરકારી કામગીરીમાં રૂકાવટની કલમ લગાવીને કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે.


મનપા દ્વારા કર્મચારી ઓને નિલંબિત કરવા સાથે યુનિયન પ્રમુખ વિરુધ્ધ ફરિયાદ કરાઈ

નવસારી મનપાનું કડક વલણ જોવા મળી રહ્યું છે. મનપામાં રજૂઆત કરવા ગયેલા કર્મચારીઓ પૈકી છ કર્મચારીઓને નિલંબિત કરાયા છે. મનપા દ્વારા કર્મચારીઓને નિલંબિત કરવા સાથે યુનિયન પ્રમુખ વિરુધ્ધ ફરિયાદ કરાઈ છે. કર્મચારીઓને છૂટા કહવા બાબતે ગુજરાત અર્ધ સરકારી કર્મચારી યુનિયનના પ્રમુખ હરીશ પારેખ વિરુધ્ધ મનપાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સરકારી કામગીરીમાં રૂકાવટની કલમો હેઠળ મનપાએ ફરિયાદ છે. ઉલ્લેખનીય છે કે, કર્મચારી યુનિયન પ્રમુખે ઉગ્ર રજૂઆતમાં સામેલ ન હોવાનો દાવો કર્યો છે. નિલંબિત કરાયેલ કર્મચારીઓ યુનિયન સભ્ય ન હોવાનો પણ પ્રમુખે ખુલાસો કર્યો છે.

મનપાએ કર્મચારી યુનિયન પ્રમુખ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

નવસારી મહાનગરપાલિકા દ્વારા જે છ માણસોને છૂટા કરવામાં આવ્યા છે તે કર્મચારીઓ યુનિયન સભ્ય નથી તેવું અર્ધ સરકારી કર્મચારી યુનિયનના પ્રમુખ હરીશ પારેખે જણાવ્યું છે તેમજ આ મનપા વિરૂદ્ધ ઉગ્ર રજૂઆતમાં તેઓ સામેલ પણ ન હોંવાની વાત પણ તેમણે કરી છે. આ તમામ બાબતમાં અર્ધ સરકારી કર્મચારી યુનિયન પ્રમુખનો કાંઈ હાથ નથી તેવું સામે આવી રહ્યું છે.

  • Follow us on: