તીસરી ગલી ગેંગનો વોન્ટેડ આરોપી બિહારથી ઝડપાયો છે. નવસારી પોલીસે બિહારથી આરોપીને પકડ્યો છે. પોલીસે અગાઉ ગેંગના 6 સાગરીતોની ધરપકડ કરી હતી. તીસરી ગલી ગેંગનો સાબિર અન્સારી ફરાર હતો.આ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી હતી. આરોપી સાબિર અન્સારી 14 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે.
તીસરી ગલી ગેંગનો વોન્ટેડ આરોપી બિહારથી ઝડપાયો
નવસારી પોલીસે તીસરી ગલી ગેંગ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી હતી. નવસારી પોલીસે સાબિરનું પગેરું દબાવી બિહાર જઈ વોન્ટેડ આરોપીને દબોચી લીધો છે. પોલીસે સાબિર અન્સારીને સ્પેશીયલ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 14 દિવસના રિમાન્ડ આપ્યા છે. પોલીસે અગાઉ ગેંગના 6 સાગરીતોની ધરપકડ કરી હતી. આ ટોળકી જિલ્લામાં ગુનાખોરી સિન્ડિકેટ ચલાવતી હતી.
ગેંગ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી
નવસારી પોલીસે SITની રચના કરી આ ગેંગ સામે કાર્યવાહી હાથ ધરી હતી. અમીન અનવર શેખ, રોનક છોટાલાલ પટેલ, કેવીન નાનુભાઈ પટેલ, મનોજ ઉર્ફે શિવાજી ગોવિંદા પાટીલ, ગૌરવ રાજેશ ચોટલીયા અને માઝ ફકરૂદ્દીન શેખનો સમાવેશ થાય છે. આ આરોપીઓ ધાક ધમકી, હત્યા, અપહરણ, જમીન પર કબ્જો જેવા ગુનાઓ સાથે સંકળાયેલા હતા.