ગુજરાતમાં પણ પતિ અને પત્ની વચ્ચે થતાં વિવાદો હત્યાના બનાવોમાં પરિણમે તેવા બનાવો વધી રહ્યાં છે. નવસારીના ગણદેવીમાં શંકાશીલ પતિએ વહેમ રાખીને પત્નીને ઢોર માર મારતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ગણદેવી પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.


પતિએ તેની પત્ની પર વહેમ રાખીને તેને ઢોર માર માર્યો

પ્રાપ્ત વિગતો પ્રમાણે નવસારીના ગણદેવીમાં બંધાર ફળિયામાં રહેતા શંકાશીલ પતિએ તેની પત્ની પર વહેમ રાખીને તેને ઢોર માર માર્યો હતો. મારના કારણે પત્નીને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાંથી વધુ સારવાર માટે ચીખલી સરકારી હોસ્પિટલ અને પછી વલસાડ સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

પત્નીને પેટ, માથા અને મોઢા પર માર માર્યો

આરોપી પતિએ શંકા રાખીને પત્નીને પેટ, માથા અને મોઢા પર માર માર્યો હતો. ગણદેવી પોલીસે શંકાશીલ પતિની ધરપકડ કરી તેની સામે હત્યાનો ગનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગત સાતમી જૂનના રોજ મોડી રાત્રે પતિએ પત્નીને માર માર્યો હતો. જેના કારણે આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતાં.ઈજાગ્રસ્ત પત્નીને હોસ્પિટલ ખસેડાઈ હતી.


  • Follow us on: