બનાસકાંઠાના આર્મી જવાનની બિકાનેરમાં ટ્રેનમાં હત્યા થતા ખળભળાટ મચી ગયો છે. આર્મી જવાન યુવકે કોચ એટેન્ડેન્ટ પાસે ચાદર માગતા થયેલા ઝઘડામાં કોચ એટેન્ડટેન્ટ જુબેર મેમણે આર્મી જવાનને છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી.
વડગામના ગીડાસણના જીગ્નેશ ચૌધરી આર્મી જવાન હતા
વડગામના ગીડાસણના જીગ્નેશ ચૌધરી આર્મી જવાન હતા અને તેઓ જમ્મુના ઉધમપુરમાં ફરજ બજાવતા હતા. જીજ્ઞેશ ચૌધરી પોતાની ફરજ પરથી વતનમાં આવવા નિકળ્યા હતા
ચાદર માગવા મુદ્દે જીજ્ઞેશ ચૌધરી અને કોચ એટેન્ડેન્ટ જુબેર મેમણ વચ્ચે તકરાર
દરમિયાન ટ્રેનમાં ચાદર માગવા મુદ્દે જીજ્ઞેશ ચૌધરી અને કોચ એટેન્ડેન્ટ જુબેર મેમણ વચ્ચે તકરાર થઇ હતી. ટ્રેન બિકાનેર પહોંચી ત્યારે બંને વચ્ચે ચાદર મુદદ્દે ઝઘડો થયો હતો
જુબેર મેમણે આર્મી જવાનને છરીના ઘા ઝીંક્યા
સામાન્ય મુદ્દા પર થયેલા ઝઘડામાં કોચ એટેન્ડટેન્ટ જુબેર મેમણે આર્મી જવાનને છરીના ઘા ઝીંક્યા હતા તેથી જીજ્ઞેશ ચૌધરી ઢળી પડ્યા હતા
હત્યારા જુબેરની તાત્કાલીક ધરપકડ
સામાન્ય મુદ્દે જુબેર મેમણે જીજ્ઞેશ ચૌધરીની હત્યા કરતા કોચમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં રેપીડ એક્શન ફોર્સ અને જીઆરપી પોલીસ તુરત જ કોચમાં પહોંચી હતી અને હત્યારા જુબેરની તાત્કાલીક ધરપકડ કરી હતી,
આવતીકાલે શહીદ જવાનના વતનમાં અંતિમ સંસ્કાર
જીજ્ઞેશ ચૌધરીના મૃતદેહનું આજે પીએમ કરાયા બાદ તેમના મૃતદેહને માદરે વતન લવાશે અને આવતીકાલે શહીદ જવાનના વતનમાં અંતિમ સંસ્કાર કરાશે. બનાવના પગલે સમગ્ર પંથકમાં શોકની લહેર ફરી વળી છે