બનાસકાંઠાના પાલનપુર શહેરમાં આવેલી નારાયણી અને ઉમિયા કોલેજમાં કરોડો રૂપિયાની છેતરપીંડીનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે.આ મામલે પોલીસે ભરત બાટિયાની ધરપકડ કરી તેને પાલનપુર કોર્ટમાં રજૂ કર્યો હતો.કોર્ટએ આરોપીને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભરત બાટિયાએ પોતાને કોલેજનો આચાર્ય તરીકે વિશ્વાસનો દુરુપયોગ કરી તેણે આશરે 5.50 કરોડ રૂપિયા પડાવ્યા હતા. આ રકમ કેવી રીતે અને કોના માધ્યમથી લેવાઈ તેની વિગતવાર તપાસ હાલમાં ચાલી રહી છે.


ભરત બાટિયાને કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ આપ્યા

આ કેસમાં ભરત બાટિયાની જામીન અરજી નીચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી કરવામાં આવી હતી, પરંતુ તમામ સ્તરે જામીન અરજી રદ થઈ હોવાનું જાણવા મળે છે. રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી વધુ માહિતી મેળવવામાં આવશે. આ છેતરપીંડીમાં અન્ય કોઈ લોકો સંકળાયેલા છે કે નહીં, તેમજ નાણાં ક્યાં વપરાયા તેની દિશામાં તપાસ આગળ વધારાશે.કોલેજ સાથે સંકળાયેલા લોકો અને સંસ્થાના પ્રતિનિધિઓ પાસેથી પણ પૂછપરછ થવાની શક્યતા છે. સમગ્ર મામલો સામે આવતા શિક્ષણ ક્ષેત્રમાં ચકચાર મચી ગઈ છે.


આ પણ વાંચોઃ Vadodara News: વિશ્વામિત્રી નદીને પહોળી કર્યા બાદ મગરની વસતી ગણતરી કરાઈ, 423થી વધુ મગરો જોવા મળ્યા


  • Follow us on: