ઉત્તર ગુજરાતમાં વિવિધ સ્થળો પર ઘરફોડ ચોરી કરીને હાહાકાર મચાવનાર અમદાવાદની "રાજા ટકલા" ગેંગને પાલનપુર LCBએ દબોચી લીધી છે. આ તસ્કર ટોળકી ઘરફોડ ચોરી કરવામાં માહેર છે.


અમદાવાદની "રાજા ટકલા" ગેંગને દબોચી

પાલનપુર LCBએ ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલીને અમદાવાદની "રાજા ટકલા" ગેંગને દબોચી લીધી છે. રાજા ટકલા ગેંગ ઉત્તર ગુજરાતમાં વિવિધ સ્થળો પર ઘરફોડ ચોરી કરવામાં સંડોવાયેલી હતી.

ઉત્તર ગુજરાતમાં 12 જેટલી ઘરફોડ ચોરીને અંજામ આપેલો

પોલીસે કહ્યું કે આ ગેંગમાં મુખ્ય 3 તસ્કર છે અને ટોળકીએ ઉત્તર ગુજરાતમાં 12 જેટલી ઘરફોડ ચોરીને અંજામ આપેલો છે. તેમની ઉંડી પૂછપરછમાં વધુ ચોંકાવનારી માહિતી બહાર આવે તેવી શક્યતા છે.

ઘરફોડ ચોરીના 12 ગુનાનો ભેદ ઉકેલ્યો

પાલનપુર એલસીબી પોલીસ ઘરફોડ ચોરીના ગુનાઓની તપાસ કરી રહી હતી. LCBએ 500થી વધુ CCTV ફૂટેજ ચેક કર્યા હતા અને આખરે પોલીસને સફળતા મળી હતી. પોલીસે બાતમીદારો પાસેથી બાતમી મેળવીને આ ટોળકીને ઝડપી લીધી હતી અને ઉત્તર ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના 12 ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.


  • Follow us on: