પાટણના સાંતલપુરમાં 4 યુવકો યુવતીને મળવા માટે જઈ રહ્યાં હતા તે દરમિયાન ગ્રામજનોએ તેમની પૂછપરછ કરી હતી અને 4 યુવકોને ઝડપ્યા હતા, તમે કેમ યુવતીને મળવા આવ્યા તેમ કહી તાલીબાની સજા આપી અને ગામની વચ્ચે બેસાડીને 4 યુવકોના મુંડન કરતા પાટણમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
પાટણના સાંતલપુરમાં યુવકોને તાલીબાની સજા
ગામડાઓમાં હજી પણ યુવક-યુવતીને મળવું હોય અને જો કોઈ ગ્રામજન જોઈ જાય તો તેમને કોઈ પણ રીતની સજા આપીને સબક આપવામાં આવે છે, પરંતુ જમાનો બદલાયો પણ ગામડા ગામોમાં હજી લોકો બદલાયા નથી, આવી જ એક ઘટના પાટણમાં બની હતી જેમાં યુવતીને મળવા પહોંચેલા યુવકોને ઝડપી પાડ્યા હતા અને 4 યુવકોને પકડીને સ્થાનિકોએ મુંડન કર્યા, યુવકોના મુંડન કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે, અને કાંકરેજના 4 યુવકો યુવતીને મળવા ગયા હતા.













