પોરબંદરમાં પોલીસે દારૂની હેરાફેરી કરતા શખ્સો સામે કાર્યવાહી શરૂ કરી છે. દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા નીલેશ મુશારને પાસા હેઠળ ધરપકડ કરી અમદાવાદ જેલમાં ધકેલવામાં આવ્યો છે. પોલીસની તપાસ દરમિયાન રાણાવાવ વિસ્તારમાંથી 6.82 લાખની વિદેશી દારૂની 3840 બોટલ મળી આવી હતી. આ મામલે નિલેશ મુશાર સામે પોલીસે કાર્યવાહી કરી હતી.
અમદાવાદ જેલ ખાતે મોકલી આપ્યો
આરોપી સામે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાની સૂચના હેઠળ પોરબંદર એલસીબીએ પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. જેને પોલીસ વડાએ પોરબંદર જિલ્લા મેજિસ્ટેટને મોકલી આપી હતી. જેને લઈને જિલ્લા મેજિસ્ટેટે આરોપીની પાસા હેઠળ અટકાયત કરવા હુકમ કર્યો હતો. આ હુકમને લઈ વોરંટ ઈશ્યુ થતાં એલસીપીએ આરોપીની અટકાયત કરી અમદાવાદ જેલ ખાતે મોકલી આપ્યો હતો.













