ગુજરાતમાં છેતરપિંડીના બનાવો સામે આવી રહ્યાં છે. પોરબંદરમાં એક મહિલા સાથે 1.42 કરોડ રૂપિયાની છેતરપિંડીની ઘટના સામે આવી છે. માથા ભારે શખ્સોએ મહિલા સાથે છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું છે. જમીનની વારસાઈના નામે સહીઓ કરાવી રૂપિયા ઉપાડી લીધા હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે સાત શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે.


પોરબંદરમાં મહિલા સાથે 1.42 કરોડની છેતરપિંડી

પોરબંદર શહેરના ખાપટ વિસ્તારમાં આવેલી 1.42 કરોડની કિંમતની જમીન મામલે માથાભારે શખ્સોએ પોતાના અંગત લાભ માટે છેતરપિંડી કરી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ખાપટમાં રહેતી રાંભીબેન ભુવાએ બોખીરામાં રહેતા માથાભારે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. લાખા અરજન કેશવાલા, રાજો મેર, કિશોર અંત્રોલીયા, આયુષ કારાવદરા, દિલીપ રાણાવાયા, વજસી ઓડેદરા ઉર્ફે વજશીમામા અને ઇબ્રાહિમ લાખા સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરાવ્યો છે.આરોપીઓએ જમીનના વારસાઇના નામે મહિલા પાસે સહીઓ કરાવી પૈસા ઉપાડી લીધા હતા.રાંભીબેને થોડા સમય પહેલા વિડીયો વાયરલ કરી ન્યાય અપાવવા મદદ માંગી હતી પોલીસે તપાસ હાથ ધરી સાત શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે.


આ પણ વાંચોઃ Botad News: બાઈક ચાલક પાસે લિફ્ટ માંગવી મોંઘી પડી, વૃદ્ધાના બંને કાનમાં પહેલી બુટ્ટી ખેંચી શખ્સ ફરાર


  • Follow us on: