પોરબંદરની મધ્યમાં આવેલી અને હજારો ગરીબ દર્દીઓ માટે આશાનું કિરણ ગણાતી ભાવસિંહજી જનરલ હોસ્પિટલ અત્યારે પોતાની બેદરકારીને કારણે વિવાદોના ઘેરામાં છે. હોસ્પિટલ કે જ્યાં સ્વચ્છતા અને જંતુરહતિ વાતાવરણ હોવું અનિવાર્ય છે. ત્યાં અત્યારે ગંદકી અને રખડતા શ્વાનનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે. જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખરેખર હ્રદયદ્રાવક અને તંત્ર સામે સવાલો ઉભા કરનારાં છે.


દર્દીઓ વચ્ચે શ્વાનનોના આંટાફેરા

હોસ્પિલના જનરલ વોર્ડમાં , જ્યાં ગંભીર બિમારીઓથી પીડાતા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. ત્યાં રખડતા કૂતરાંઓ કોઇ પણ રોકટોક વગર આંટાફેરા કરી રહ્યા છે. અનેક કિસ્સાઓમાં શ્વાન દર્દીઓના પલંગ નીચે સૂતેલા જોવા મળે છે તો ક્યાંક વોર્ડની લોબીમાં ધામા નાખીને બેઠા હોય છે. હોસ્પિટલ સ્ટાફની હાજરી હોવા છતાં આ શ્વાનોને બહાર કાઢવાની કોઇ તસ્દી પણ લેવામાં આવતી નથી. જેના કારણે દર્દીઓ અને તેમના સગા સંબંધીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં

દાખલ દર્દીઓ પહેલેથી જ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા હોય છે, તેવામાં રખડતા શ્વાનને કારણે ઈન્ફેક્શન ફેલાવાનો ભય અનેકગણો વધી જાય છે. આ ઉપરાંત, જો કોઈ શ્વાન હિંસક બનીને દર્દી પર હુમલો કરે તો તેની જવાબદારી કોની? તેવામાં રખડતા શ્વાનને કારણે ઈન્ફેક્શન ફેલાવાનો ભય અનેકગણુ વધી જાય છે. આ ઉપરાંત, જો કોઈ શ્વાન હિંસક બનીને દર્દી પર હુમલો કરે તો તેની જવાબદારી કોની? સારવાર માટે આવતા લોકો અહીં પોતાને સુરક્ષિત અનુભવવાને બદલે ડરના ઓથાર હેઠળ રહેવા મજબૂર બન્યા છે.

આ પણ વાંચોઃ Vadodara : MS યુનિવર્સિટીની રિયા સિંઘે અશ્લીલતા ફેલાવનારને ભણાવ્યો પાઠ


  • Follow us on: