રાજકોટ શહેરમાં શેરબજારમાં ઊંચું વળતર આપવાની લાલચે એક વ્યક્તિ સાથે 87 લાખ રૂપિયાની ઑનલાઇન ઠગાઈ થયાનો બનાવ સામે આવ્યો છે.સમગ્ર મામલે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.


રાજકોટમાં શેરબજારમાં ઉંચા વળતરની લાલચે ઠગાઈ

ફરિયાદ મુજબ ફરિયાદીને અજાણ્યા WhatsApp ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. જ્યાં સામે વાળાએ પોતાને સ્ટોક માર્કેટ નિષ્ણાત જણાવી ગેરંટીવાળું ઊંચું વળતર આપવાનો વિશ્વાસ આપ્યો હતો. ગ્રુપમાં રોજિંદા નફાના સ્ક્રીનશૉટ્સ અને ટ્રેડિંગ સલાહ શેર કરીને વિશ્વાસ જીતી લીધો હતો. ઠગોએ ફરિયાદીને પુટ અને કોલ ઓપ્શન ટ્રેડિંગમાં પૈસા રોકવા પ્રેરિત કર્યા હતાં. શરૂઆતમાં નફો દેખાડવામાં આવ્યો હતો પછી મોટા ટ્રાન્ઝેક્શન કરાવી લેવામાં આવ્યા હતાં.

પુટ કોલ ઓપ્શનમાં પૈસા રોકતા મોટી નુકસાની

નફાના પૈસા એક ચોક્કસ ઑનલાઇન વોલેટમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતાં.પરંતુ બાદમાં રકમ ઉપાડવાનો પ્રયાસ કરતાં તે વિડ્રોઅલ ન થવાથી છેતરપિંડીનો ભાંડા ફોડ થયો હતો. ફરિયાદી દ્વારા કુલ 87 લાખ જેટલી રકમ અલગ-અલગ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.વોલેટ બેલેન્સમાં રકમ દેખાતી હતી નફો પણ દર્શાવવામાં આવતો હતો.પરંતુ ઉપાડ વિકલ્પ કામ કરતો નહોતો. આ મામલે સાઇબર ક્રાઇમ શાખામાં ફરિયાદ નોંધાઈ છે.પોલીસે IP એડ્રેસ બેંક ટ્રાન્ઝેક્શન અને વોલેટ ડિટેલ્સની તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચોઃ Ahmedabad: દાણીલીમડામાં LCBનો દરોડો, બેરલ માર્કેટ પાસે હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો


  • Follow us on: