રાજકોટમાં ટ્રાફિક નિયમન અંગે વિવાદ સર્જાયાના સમાચાર સામે આવ્યા છે. નો પાર્કિગ ઝોનમાં ઉભેલી કારને લોક મારવા મુદ્દે વિવાદ સર્જાયો હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. ટ્રાફિક પોલીસની કાર્યવાહી દરમિયાન વિવાદ સર્જાયો છે. કાર ચાલકને ટ્રાફિક ટોઈંગ વાનના કોન્ટ્રાક્ટ કર્મચારીએ લાફો માર્યો હોવાનું વીડિયોમાં વાયરલ થતાં વિવાદ વધ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
ટ્રાફિક પોલીસની કાર્યવાહી દરમિયાન વિવાદ
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટમાં ટ્રાફિક પોલીસ અને ટોઇંગ કે લોક મારવાની કામગીરી કરતા કોન્ટ્રાક્ટના કર્મચારીઓની દાદાગીરીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.શહેરના વ્યસ્ત એવા કોટેચા ચોક નજીક ટ્રાફિક પોલીસની કાર્યવાહી દરમિયાન ભારે હોબાળો મચી ગયો હતો.નો-પાર્કિંગ ઝોનમાં ઊભેલી એક કારને વ્હીલ લોક મારવા મુદ્દે કોન્ટ્રાક્ટના કર્મચારી અને કારચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.આ દરમિયાન કોન્ટ્રાક્ટ કર્મચારીએ કાર ચાલકને ફડાકા માર્યા હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.













