ગુજરાતમાં અનેક વખત નકલી ચલણી નોટો વટાવતા શખ્સો પકડાઈ જતા હોવાના બનાવો પ્રકાશમાં આવે છે. રાજકોટમાં પોરબંદરનો એક નકલી પત્રકાર નકલી ચલણી નોટો વટાવતા પોલીસના હાથે પકડાઈ ગયો હતો. રાજકોટ એસઓજીએ નકલી ચલણી નોટો સાથે કહેવાતો કથિત પત્રકાર હિતેશ દેવડાને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 100 રૂપિયાના દરની 17 નોટો જપ્ત કરી હતી.
ઘરેથી પ્રિન્ટર અને કટર સહિતનો મુદ્દામાલ જપ્ત













