ગુજરાતમા મોટા શહેરોમાં મહાનગર પાલિકા દ્વારા સાયકલ શેરિંગ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. લોકો શહેરમાં પ્રદૂષણ ઘટાડવા માટે સાયકલ ચલાવી હેલ્થને પણ અપડેટ રાખી શકે તે માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ રાજકોટમાં સાયકલ શેરિંગ પ્રોજેક્ટનું બાળ મરણ થયું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખરીદાયેલી સાયકલો ભંગાર બની જતાં મહાનગર પાલિકાએ સસ્તા ભાવે વેચવા કાઢી છે.
રાજકોટમાં સાયકલ શેરિંગ પ્રોજેક્ટનું મરણ













