રાજકોટ શહેરમાં ગેરકાયદેસર હથિયાર રાખતા ઈસમો પર વોચ રાખવાની સુચના અન્વયે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે રણુજા-લાપાસરી રોડ પરથી નામચીન શખસ સંજય ભુપ્તાને બે પિસ્તલ અને પાંચ કાર્ટિસ સાથે દબોચી લઈ રૂ.31 હજારનો મુદામાલ કબજે કર્યો છે. હથિયાર કયાંથી લાવ્યો અને શું ઉપયોગમાં લેવાનો હતો તે અંગે પોલીસે વિશેષ તપાસ આદરી છે.
2 પિસ્ટલ અને 5 કાર્ટીસ મળ્યા
એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.કે.ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે રણુજા-લાપાસરી રોડ પર સંજય ભુપ્તા નામનો શખસ હથિયાર અને કાર્ટિઝ સાથે ઉભો હોવાની બાતમી આધારે ટીમે દરોડો પાડી ઉભેલ શખસને પોતાનું નામઠામ પૂછતા કોઠારીયા મેઈન રોડ પર ઓમ રેસીડેન્સીમાં રહેતો સંજય ભીખુભાઈ ભુપ્તા હોવાનું જણાવ્યું હતું.












