રાજકોટમાં ગ્રામ્ય એસઓજી પોલીસે નકલી જંતુનાશક દવાના મામલે મહત્વના દરોડા પાડ્યા છે. પોલીસે કાંગસીયાડી ગામની સીમમાં દરોડો પાડતાં અલગ અલગ નકલી દવાઓ અને અન્ય વસ્તુઓ મળી આવી છે. પોલીસને સ્થળ પરથી સાહિલ નામનો શખ્સ પણ મળી આવતા તેની પૂછપરછ કરાઇ રહી છે.
કાંગસીયાડીની સીમ વિસ્તારમાં પોલીસના દરોડા
જંતુનાશક દવાના મામલે રાજકોટમાંથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. રાજકોટ નકલી જંતુનાશક દવાના મામલે જિલ્લા પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે કાંગસીયાડી ની સીમ વિસ્તારમાં આવેલા એક સ્થળે પંચોને સાથે રાખીને SOG પીઆઇ સહિતના અધિકારીઓએ દરોડા પાડતા એક દર્શન નામનો વ્યક્તિ મળી આવ્યો હતો
જંતુનાશક દવાની મૂળ કંપની અને તેની બનાવટ ને ડુપ્લીકેટ બનાવીને વેચવામાં આવતું
પોલીસે આ મામલે જંતુનાશક દવાઓના એક કર્મચારી પ્રેમ શર્મા ને સાથે રાખીને દરોડો પાડવામાં આવ્યો હતો. સ્થળ પરથી પોલીસને જાણવલા મળ્યું છે કે જંતુનાશક દવાની મૂળ કંપની અને તેની બનાવટ ને ડુપ્લીકેટ બનાવીને વેચવામાં આવતું હતું.
પોલીસને સ્થળ પરથી દર્શન નામનો શખ્સ મળી આવ્યો
પોલીસને સ્થળ પરથી દર્શન નામનો શખ્સ મળી આવ્યો હતો. જો કે પોલીસને જોઇને સાહિલ નામનો શખ્સ ફરાર થઇ ગયો હતો. અલગ અલગ દવાઓ અને અન્ય વસ્તુઓ મળી આવી છે
હાલ શંકાસ્પદ જથ્થો સીલ કરવામાં આવ્યો
હાલ શંકાસ્પદ જથ્થો સીલ કરવામાં આવ્યો છે . સાહિલ ટીંબડિયા નામનો મુખ્ય સૂત્રધાર મળી આવ્યા બાદ ખરેખરે રેકેટ પાછળ કોણ છે અને કેટલું મોટું આ કારસ્તાન છે તે જાણવા મળશે
જુદી જુદી 6 કંપનીની ડુપ્લીકેટ દવા મળી આવી
રાજકોટ ગ્રામ્યના ડીવાયએસપી કે.જી.ઝાલાએ કહ્યું હતું કે 10 તારીખે દવા કંપનીના નોડલ ઓફિસરે અરજી આપી હતી. જેથી પોલીસે સ્થળ પર દરોડો પાડતાં ડુપ્લીકેટ દવાઓ અને તેના પાઉચ મળી આવ્યા હતા. બનાવટી દવાઓનો 7 લાખ ઉપરાંતનો દવાનો જથ્થો પકડેલો છે. પકડાયેલા કર્મચારી દર્શને જણાવ્યું કે સાહિલ દવા બનાતો હતો. કોપીરાઇટ એક્ટ મુજબ સાહિલની ધરપકડ કરાઇ છે. વધારે માહિતી સાહિલ પાસેથી મળી શકે છે. જુદી જુદી 6 કંપનીની ડુપ્લીકેટ દવા મળી આવી છે.