રાજકોટમાં બે કરોડ રૂપિયાની રકમ જેટલી ઠગાઈનો કેસ સામે આવ્યો છે. શહેરમાં અર્જુન જ્વેલર્સમાં કેશિયર તરીકે કામ કરતા શખ્સે 1.99 કરોડની ઠગાઈ આચરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જ્વેલર્સના મનીષ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે કેશિયર વિરૂદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગ્રાહકોને ઊંચા નફાની લાલચ આપીને ઠગાઈ આચરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટમાં અર્જુન જ્વેલર્સમાં કેશિયર તરીકે કામ કરતા હિતેષ પરમારે 1.99 લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. જ્વેલર્સના મનીષ પટેલે આ ઠગાઈ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપીએ ગ્રાહકોને ઊંચા નફાની લાલચ આપીને ઠગાઈ આચરી છે. જ્વેલર્સના નામે પૈસા ઉઘરાવી કેશિયર હિતેષ પરમાર ફરાર થઈ ગયો હતો.













