રાજકોટમાં ટુ વ્હીલર ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવાનો પોલીસ દ્વારા કડક આદેશ અપાયો છે જેનો વિરોધ થઇ રહ્યો છે. હેલ્મેટ ના પહેરવાના મામલે લોકોએ અલગ અલગ વિચારો રજૂ કરીને વિરોધ કર્યો હતો. રાજકોટ ભાજપના કાર્યકરોએ પણ હેલ્મેટ પહેરવાના આદેશનો વિરોધ કર્યો હતો તો એક વ્યક્તિએ તપેલી પહેરીને અનોખી રીતે હેલ્મેટના કાયદાનો વિરોધ કર્યો હતો.


તપેલીમા લખાવ્યું હતું કે હેલમેટ હટાવો

રાજકોટમાં ફરજીયાત હેલ્મેટના આદેશનો અનોખો વિરોધ જોવા મળી રહ્યા છે. બુખારી નામના વ્યક્તિ માથે તપેલી પહેરીને નીકળ્યા હતા. તેમણે હેલ્મેટના વિરોધમાં તપેલીમા લખાવ્યું હતું કે હેલમેટ હટાવો. બુખારીભાઇએ કહ્યું હતું કે મારી પાસે હેલ્મેટનો દંડ ભરવાના પૈસા નથી. તેમણે મને કહ્યું કે મારું માથું છે મારે શું કરવું એ હું નક્કી કરીશ.

ભાજપ કાર્યકરોએ હેલ્મેટના નિયમ ભંગ કર્યો

બીજી તરફ રાજકોટમાં ખુદ ભાજપ કાર્યકરોએ હેલ્મેટના નિયમ ભંગ કર્યો હતો. ભાજપના કાર્યકરોએ હેલ્મેટ ના પહેરતા પોલીસની પણ બેવડી નીતિ જોવા મળી હતી. ભાજપ કાર્યકર્તાઓ પાસે પોલીસ મુકપ્રેક્ષક બની હતી. કિસાનપરા ચોકમાં હેલ્મેટ કાયદાનું ઉલ્લંઘન કરાયું હતું અને હેલ્મેટ ન પહેરવા બદલ કાર્યકરોની બહાનાબાજી જોવા મળી હતી. કોર્પોરેટરે કહ્યું કે હું ચા પીવા માટે જતો હતો એટલે હેલ્મેટ પહેરી ન હતી.

  • Follow us on: