ગુજરાતમાં સ્કૂલો, એરપોર્ટ અને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. આ ઉપરાંત સરકારી કચેરીઓને પણ આ પ્રકારની ધમકીઓના ઈમેલ મળી ચૂક્યા છે. ત્યારે હવે ગોંડલ પ્રાંત અધિકારી કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકીને પગલે પોલીસે ડોગ સ્કવોર્ડને સાથે રાખીને સમગ્ર પરિસરમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ નહીં મળતાં પોલીસે રાહતનો શ્વાસ લધો હતો. કચેરીને મળેલા ઈ મેલમાં કોઈમ્બતૂર 1997 ઓપરેશનનો ઉલ્લેખ કર્યો હતો.


સુપર સ્ટાર અજિતકુમારને પણ નિશાન બનાવવાની ધમકી

ગોંડલ પ્રાંત અધિકારીની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ મળ્યો હતો. ધમકીની જાણ થતાં જ પોલીસ કાફલો અને ડોગ સ્ક્વોડ ઘટના સ્થળે દોડી ગયા હતાં. સમગ્ર કચેરીમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસની તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. કોર્ટને મળેલા ઈ મેલમાં કોઈમ્બતૂર 1997 ઓપરેશનનો ઉલ્લેખ કરાયો હતો. આ ઈમેલમાં સાઉથના સુપર સ્ટાર અજિતકુમારને પણ નિશાન બનાવવાની ધમકી અપાઈ હતી.

સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ

ગુજરાતની અન્ય કોર્ટ અને કલેક્ટર કચેરીઓને છેલ્લા બે ત્રણ દિવસમાં આ પ્રકારની ધમકીઓ મળી હોવાથી સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. સાયબર ક્રાઈમ દ્વારા ઈમેલ કરનારની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ડોગ સ્કવોર્ડ દ્વારા તમામ કચેરીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.


આ પણ વાંચોઃ Ahmedabad News: ચાઈનીઝ દોરીના વેચાણ અને સંગ્રહ અંગેના 409 ગુના નોંધાયા, 477 આરોપીઓની ધરપકડ


  • Follow us on: