રાજકોટમાં ભત્રીજાએ કાકાની હત્યા કરી હોવાની વાત સામે આવી છે, 38 વર્ષીય જીતેશ સોલંકીની હત્યા થઈ છે, કાકા જીતેશને ભત્રીજા સંજયે છરીના ઘા ઝીંક્યા અને તેમનું ઘટના સ્થળે મોત થયું છે, સમગ્ર ઘટનામાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે, આરોપીને પોલીસે ઝડપી પાડયો છે.
ભત્રીજાએ બાળકોને મારકૂટ કરી હતી અને તે બાબતે મામલો બગડયો હતો
શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર નજીક 25 વારીયા પ્લોટમાં મોડી રાત્રીના સામાન્ય ઝઘડાના પ્રશ્ને સમજાવવા ગયેલા કાકાનું તેના ભત્રીજાએ છરીના ઘા ઝીંકી હત્યા કરાતા ગાંધીગ્રામ પોલીસે ભત્રીજાની અટકાયત કરી વિશેષ કાર્યવાહી કરી છે. ઘર પાસે બાળકો રમતા હોય જે બાબતે ભત્રીજાએ બાળકોને મારકૂટ કરી હોય જે બાબતે તેને સમજાવવા જતા ડખ્ખો કરી ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું હોવાનું બહાર આવ્યું હતું.
ગાંધીગ્રામ પોલીસે નોંધ્યો હત્યાનો ગુનો
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતા જીતેશ જેસીંગભાઈ સોલંકી (ઉ.વ.૩૭) નામનો યુવક રાત્રીના તેના ઘર પાસે હતો ત્યારે તેના ભત્રીજા સંજયે ઝઘડો કરી છરીના ઘા ઝીંકી દેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજયુ હતુ. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ કાફલો હોસ્પિટલે પહોંચ્યો તપાસ કરતા દત્તક જીતેશભાઈ શાકભાજીનો ધંધો કરતા હોવાથી અને બે ભાઈમાં નાના હતા તેમજ તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું તેના પરિવારજનોએ જણાવ્યુ હતુ.