રાજકોટના 50 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત ચકરડી કે મોટી રાઇડ વગર લોકમેળો યોજાશે. આજ સુધીમાં જન્માષ્ટમીના લોકમેળાનું સૌરાષ્ટ્રભરના લોકોને આકર્ષણ રહ્યું છે. નિયમોની જડતા અને અધિકારીઓની હઠને પગલે લોકમેળાનો રાઇડ સંચાલકો બહિષ્કાર કરી ચૂક્યા છે. રાઇડ કે ચકરડી નહીં હોઈ તો અન્ય રમકડા અને ખાણીપીણીના સ્ટોલ પણ ભાગ લે તેવી શક્યતા નહીંવત છે. વર્ષો પહેલા શાસ્ત્રીમેદાન ખાતે લોકમેળો આયોજિત થતો હતો. મેળાનું આયોજન નાગરિક સમિતિ અન્ય અન્ય સંસ્થાઓ કરતી હતી.
લોકમેળાનો રાઇડ સંચાલકો બહિષ્કાર કરી ચૂક્યા
જોકે છેલ્લા લગભગ ત્રણ દાયકાથી જિલ્લા કલેક્ટર દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે મેળાથી કલેક્ટર તંત્ર કરોડો રૂપિયાની આવક મેળવે છે. ગત વર્ષે વરસાદના પગલે એક પણ દિવસ મેળો શરૂ જ થયો ન હતો. ટીઆરપી ગેમ ઝોન હેઠળ અગ્નિકાંડ બાદ નિયમો આકરા અને કડક કરવાં આવ્યા છે. રાજકોટના જન્માષ્ટમીના લોકમેળાને લઈને આજ સુધીમાં એક પણ ફજેત કે ચકરડી કે રાઈડ માટે ફોર્મ ભરવામાં આવ્યા નથી.
રાજકોટનો જન્માષ્ટમીનો લોકમેળો ચકરડીએ ચડ્યો
ગુરુવારે અંતિમ દિવસ સુધીમાં માત્ર 28 જ ફોર્મ ભરવામાં આવ્યા છે. 238 જેટલા ચકરડી, આઈસ્ક્રીમ, ખાણીપીણી, રમકડાના સ્ટોલ અને ચોકઠા છે. ચકરડી સંચાલકોએ નિયમોના કોઈ રાહત ન મળતા એક પણ ફોર્મ ભરાયું નથી. હવે સોમવારે જિલ્લા કલેક્ટર પ્લાન બી હેઠળ મનોરંજન હેઠળ આયોજન જાહેર કરશે. હાલ રાજકોટનો જન્માષ્ટમીનો લોકમેળો ચકરડી એ ચડ્યો છે.