રાજકોટના જસદણના પોલાર પર રોડ પર હુડકો વિસ્તારમાં મહિલા સાથે અશોભનીય વર્તનને લઈ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં આરોપીઓ વીડિયોની અંદર ધોકા અને પાઇપ વડે મહિલાના ઘરે મારા મારી કરતા દેખાયા હતા અને મહિલા સાથે અશોભીનય વર્તન થતાં મહિલાએ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, તો આરોપીએ મહિલાને બાઈક પર બેસવા માટે કહ્યું હતુ.
મહિલાએ ફરિયાદ નોંધાવતા મામલો બીચકયો હતો
જસદણના પોલારપર રોડ પર ગત રાત્રિના એક મહિલા સાથે અસામાજિક તત્વો દ્વારા અશોભનીય વર્તન કરવામાં આવ્યું હતુ, મહિલા એકલી જઈ રહી હતી ત્યારે પોલાર પર રોડથી તેમના ઘર તરફ જતી ત્યારે એકલતાનો લાભ લઇ અશોભનીય વર્તન કરવામાં આવ્યું હતુ, મહિલાની ફરિયાદ પરથી પોલીસે તાત્કાલિક મહેશ રોજાસરાની ધરપકડ કરી હકી, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાને લઈ મામલો બીચક્યો હતો, મહેશ રોજાસરાના બંન્ને ભાઈ સાગર અને જયસુખ અને તેના પિતા ધૂધાભાઈ રોજાસરા દ્વારા મહિલાના ઘરે જઈ લાકડી અને પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો.
પોલીસે આરોપીનું સરઘસ કાઢયું હતુ
તો સમગ્ર ઘટનામાં પોલીસે આરોપીનું સરઘસ કાઢયું હતુ અને આરોપીની ચરબી ઉતારી જાહેરમાં તેમને માફી માગી હતી, જે જગ્યાએ મહિલા સાથે અશોભનીય વર્તન કર્યુ હતુ તે જ જગ્યા પર આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યુ હતુ, આરોપીને પોલીસ મહિલાના ઘર નજીક લઈ ગયા અને ત્યાં મહિલાની ચારેય આરોપીએ જાહેરમાં માફી માંગી હતી, પોલીસ દ્વારા આરોપીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું તેમ જ ઉઠક- બેઠક કરાવવામાં આવી હતી.