ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. રાજકોટ શહેરમાં રિક્ષા ચાલકે એક મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. તેણે પોતાના જન્મ દિવસે મહિલાએ ફોન કરીને ગામડે બોલાવી હતી અને તેને કેફી પીણું પીવડાવીને પીંખી નાંખી હતી. મહિલાની ફરિયાદના આધારે પોલીસે આરોપી રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો હતો.
કેફી પીણું પીવડાવી તેની સાથે બબ્બે વાર દુષ્કર્મ આચર્યું
રાજકોટમાં એક મહિલાએ રિક્ષા ચાલક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આ રિક્ષા ચાલકે મહિલા સાથે પરિચરય કેળવ્યો હતો. ત્યાર બાદ તેણે પોતાની રિક્ષામાં બેસાડી મહિલાને ફેરવી હતી અને મોબાઈલ નંબરની આપલે થઈ હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આરોપી રિક્ષા ચાલકે આ મહિલાને પોતાના જન્મ દિવસે ગામડે બોલાવી હતી અને કેફી પીણું પીવડાવી તેની સાથે બબ્બે વાર દુષ્કર્મ આચર્યું હતું.













