રાજકોટમાં ડિજિટલ એરેસ્ટનો કિસ્સો સામે આવ્યો છે જેમાં ઠગે 3 ખાતામાં 5 ટ્રાન્ઝેક્શન મારફતે પડાવ્યા રૂ.1.14 કરોડ અને રાજકોટ સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 76 વર્ષીય કુરબાન બદામી નામના નિવૃત વ્યક્તિ પાસેથી પડાવ્યા 1.14 કરોડ, ચાઇલ્ડ પોર્નોગ્રાફી અને સાયબર ટેરેરીઝમમાં ભૂમિકા હોવાનું જણાવી ડિજિટલ અરેસ્ટ કર્યા હતા.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકેની ઓળખ આપી રૂપિયા પડાવ્યા
રાજકોટમાં વધુ એક ડિજિટલ એરેસ્ટનો બનાવ સામે આવ્યો છે. એરપોર્ટ પાસે પત્રકાર સોસાયટી નજીક એકજાન સોસાયટીમાં રહેતા નિવૃત શિક્ષક દંપતિને મુંબઈ ક્રાઈમ બ્રાંચની ઓળખ આપી તમે સાયબર આંતકવાદ જેવા ગંભીર ગુનામાં ફીજીકલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. તમારા ખાતાના રૂપિયા કબજે કરવા પડશે અને તપાસ બાદ તમને પરત કરવામાં આવશે. જેથી વૃધ્ધે તેના અને તેની પત્નીના ખાતામાંથી રૂ.1.14 કરોડ પડાયા બાદ વધુ પૈસાની માંગ કરતા તેને કેનેડા રહેતી પુત્રીને ફોન કરી વધુ પૈસાની માંગ કરી વાત કરતા તેને તમારી સાથે ફોડ થયાની જાણ કરી સાયબર પોલીસમાં ફરીયાદ કરી હતી. સાયબર આંતકવાદ પ્રવૃતિઓમાં નંબરનો ઉપયોગ થાય છે તેમ કહી રૂપિયા પડાવ્યા













