સૌરાષ્ટ્રના ઔદ્યોગિક હબ ગણાતા રાજકોટ શહેરમાં આજે એક ચિંતાજનક ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના મેગણી સાંગણવા રોડ પર આવેલી રાજ ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફેક્ટરીમાંથી નીકળતા કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા, જેના કારણે આસપાસના રહીશો અને ઉદ્યોગકારોમાં ભયની લાગણી ફેલાઈ ગઈ હતી.
ત્રણ ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા
ઘટનાની મળતી માહિતી અનુસાર, આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને ફાયર વિભાગ હરકતમાં આવી ગયું હતું. આગનું સ્વરૂપ વિકરાળ બને તે પહેલાં જ રાજકોટ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને પારખીને ફાયર વિભાગના જવાનો તાત્કાલિક ત્રણ ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.













