રાજકોટના લોધીકામાં શ્રીરામ ફેક્ટરીમાં લાગેલી આગ હજી પણ બેકાબુ છે, 15 કલાક કરતા વધુ સમયથી આગ બેકાબુ છે, સાંગણવામાં કિચન વેર બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હોવાની વાત સામે આવી છે, ગઈકાલે બપોરના સમયે આગ લાગી હતી અને ભીષણ આગથી મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે.
6 ફાયર ફાયટર દ્વારા આગ કાબુમાં લેવા પ્રયાસો
આગના કારણે ફેક્ટરીની અંદરનો શેડ ધરાશાયી થયો છે અને આગ બુઝાવવા માટે લોડરની મદદથી દિવાલ તોડવામાં આવી છે, ફેક્ટરીમાં પ્લાસ્ટિક તેમજ કેમિકલ સહિત સામગ્રી હતી અને લોધીકાના સાંગણવા નજીક આવેલ કિચન વેર બનાવતી શ્રીરાજ નામની ફેકટરીમાં આગનો બનાવ સામે આવ્યો હતો. જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયરની ટીમે મેજર કોલ જાહેર કરાયો હતો જેથી રાજકોટ, શાપર વેરાવળ, ગોંડલ સહિત આસપાસથી છ થી વધુ ફાયરની ટીમો બોલાવવામા આવી હતી.













